Site icon 24onlive.in

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી ભૂકકા બોલાવશે વરસાદ, આ જિલ્લાઓ પર આવશે સંકટ

AMBALAL RAIN FORECAST AHMEDABAD: ગુજરાતમાં ચોમાસાનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે. જુનાગઢ, અમરેલી, નવસારી અને અમદાવાદનાં લોકોને તાજેતરમાં પડેલો વરસાદ હજુ ભુલાયો નથી.

ગુજરાતમાં 27મી જુને ચોમાસું બેઠું હતું. વાવાઝોડામાં ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો હતો અને એ જ ગાળામાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ત્યાર પછી સતત અલગ અલગ રાઉન્ડમાં રાજ્યમાં સિઝનના ગાળા કરતાં વધારે વરસાદ ખાબકી ગયો છે.

ત્રીજા રાઉન્ડમાં ધડબડાટી બોલાવ્યા બાદ ફરી બંગાળની ખાડીમાં બનેલું લો-પ્રેશર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને બહુ જલદી ધડબડાટી બોલાવશે તેવી સંભાવનાઓ છે. આ અંગે ગુજરાતનાં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે.

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 30 દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. હાલમાં રાજ્યમાં ડીપ ડિપ્રેશન બન્યું છે જેના કારણે 22થી 29 તારીખ ભારે વરસાદ રહેશે.

અંબાલાલ પટેલે જણાવ્યા મુજબ બંગાળની ખાડીનું વહન ગુજરાત સહિત દેશના અલગ-અલગ ભાગોમાં વરસાદ લાવશે. આ સાથે અરબ સાગરના ભેજ પણ મળશે અને 30મી જુલાઈ સુધીમાં સમગ્ર દેશ સહિત ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ પડી શકે છે.

અગાઉ અંબાલાલ પટેલે કહ્યું હતું કે, 22 થી 24 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ પડશે. તેમણે અમદાવાદમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી અને નદીઓમાં પૂરની શક્યતાઓ દર્શાવી હતી, જે હકીકત બની છે.

હવે 27મી તારીખે પણ વરસાદનું વધુ એક વહન આવવાની સંભાવના છે, જે ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ લાવી શકે છે.

ઓગસ્ટ મહિનાની 2થી 4 તારીખ દરમિયાન ભારે વરસાદ થઈ શકે છે, જેના કારણે તાપી નદીના જળસ્તરમાં વધારો થશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. કચ્છ અને સૌરાષ્ટ્રનાં વિવિધ ભાગોમાં પણ વરસાદની સંભાવના છે.

કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. સાબરમતી નદી બે કાંઠે થશે અને ઉકાઈ ડેમ અને તાપી નદીની જળ સપાટી વધશે.

ઓગસ્ટમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ભૂમધ્ય સાગરના 3 સ્ટ્રોમ બની રહ્યા છે. ઓગસ્ટમાં અંબાલાલ પટેલે આગાહી કરી છે.

27, 28 અને 29 જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદ પડશે. ઓગસ્ટમાં ભારે પવન સાથે દરિયામાં હલચલ વધશે.

2, 3 અને 4 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ રહેશે. 8થી 12 ઓગસ્ટ દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે. હિન્દ મહાસાગરના હવામાન સાનુકૂળ હોવાથી સારો વરસાદ રહેશે.

અંબાલાલ પટેલે કહ્યું છે કે 22 જુલાઈ બાદ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં મેઘરાજા તોફાની બેટિંગ કરશે. હવામાન વિભાગે પણ રાજ્યમાં આગામી 7 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

Exit mobile version